અમદાવાદ, તા. 27 ડિસેમ્બર 2020, રવિવાર
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા થોડાં દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યમાંમાં સતત ઘટી છે. એ સાથે જ દરરોજ થતાં મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 93% કરતા વધી ગયો છે. તેમજ સ્વસ્થ થતાં દર્દીઓનો આંકડો પણ વધારે છે. રાજ્યમાં સ્વસ્થ થતાં દર્દીની સંખ્યા પોઝિટિવ આવતા કેસોની સરખામણીએ ઘણી વધારે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 850 નવા કેસ નોંધાયા છે. જેની સામે 920 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 07 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4282 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 2,27,128 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 53,075 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 94,37,105 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,01,169 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,01,055 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 114 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
આજે નોંધાયેલા 850 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 172, અમદાવાદ જિલ્લામાં 06, સુરત શહેરમાં 126, સુરત જિલ્લામાં 32, વડોદરા શહેરમાં 105, વડોદરા જિલ્લામાં 30, રાજકોટ શહેરમાં 61, રાજકોટ જિલ્લામાં 31 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 63 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 10,372 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 2,27,128 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 4282 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 93.91% છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aLwuKr
via IFTTT
إرسال تعليق