ફાર્મસીમાં હવે સરકારી-ગ્રાન્ટેડની ખાલી બેઠકો માટે થર્ડ રાઉન્ડ થશે


અમદાવાદ, તા. 4 ડિસેમ્બર, 2020, શુક્રવાર

ડિગ્રી અને ડિપ્લોમા ફાર્સમીમાં બે રાઉન્ડ બાદ ખાલી પડેલી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો માટે એડમિશન રાઉન્ડ જાહેર કરવામા આવ્યો છે. આ ત્રીજા રાઉન્ડમાં 233 બેઠકો માટે પ્રક્રિયા થશે અને જે અંતર્ગત 7મીથી ઓનલાઈન ચોઈસ ફિલિંગ થશે.

ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં 6 હજાર જેટલી બેઠકો સામે  આ વર્ષે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે પરંતુ તેમ છતાં બેઠકો ખાલી પડી છે. બે રાઉન્ડને અંતે હાલ 1500થી વધુ બેઠકો ખાલી પડી છે અને જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 233 બેઠકો ખાલી પડી છે.જેમાં ગુજકેટના આધારે ભરાતી સ્ટેટ ક્વોટાની અને જેઈઈ તથા નીટના આધારે ભરાતી ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકોનો સમાવેશ થયા છે.

ઓલ ઈન્ડિયા ક્વોટામાં ડિગ્રી સરકારી ફાર્મસીની 3 કોલેજોની  જેઈઈની 1 તથા નીટની 13 સહિત 14 બેઠકો 3 ગ્રાન્ટેડ કોલેજોની જેઈની એક તથા નીટની આઠ સહિત 9 તેમજ સરકારી ડિપ્લોમાની એક કોલેજની નીટની 4 અને ગ્રાન્ટેડ ડિપ્લોમાની 7 કોલેજોની જેઈઈની 4 તથા નીટની 26 સહિત 30 બેઠકો ખાલી છે. જ્યારે ગુજેકટ મુજબ ડિગ્રી ફાર્મસીમાં 81 અને ડિપ્લોમા ફાર્મસીમાં 95 બેઠકો ખાલી છે.

આ ખાલી બેઠકો માટે ત્રીજા રાઉન્ડ અંતર્ગત બંને મેરિટ રેન્કથી ચોઈસ ફિલિંગ થશે અને જે વિદ્યાર્થીઓ 7થી 8 ડિસે.સુધી કરી શકશે. 10મીએ સીટ એલોટમેન્ટ જાહેર થશે અને 12મી સુધી વિદ્યાર્થીએ ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.

ઉચ્ચ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને અન્ય સંસ્થામાં પ્રવેશ મળતા  તેમના દ્વારા ાલી થયેલ આનુસંગિક સરકારી અને   ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ઉપલબ્ધ થવાની શક્યતા છે.જેથી વિદ્યાર્થીઓ મેરિટ મુજબ બેઠકો ચકાસી ચોઈસ ફિલિંગ કરવા પ્રવેશ સમિતિએ સૂચના આપી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33HrRfV
via IFTTT

Post a Comment

أحدث أقدم