
ગયા વર્ષે વેચાણ અને જાહેરમાં ઉપયોગ અંગે નિયંત્રણ મૂકાયા હતા, શહેરોમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાને રાખી નિર્ણય લેવાશે
ગાંધીનગર : દિવાળીના તહેવારો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ કે નિયંત્રણ આવી શકે છે, જો કે રાજ્ય સરકારે હજી કોઇ નિર્ણય કર્યો નથી. ગયા વર્ષે કોરોના સંક્રમણના કારણે તેમજ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ વખતે કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર પ્રતિબંધ નહીં પણ નિયંત્રણો મૂકે તેવી સંભાવના છે. જો કે વિદેશી ફટાકડાના પ્રતિબંધને આ વર્ષે પણ યથાવત રાખે તેવું જાણવા મળ્યું છે. ગયા વર્ષે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિદેશી ફટાકડાના વેચાણ પર પાબંધી લાદી દેવામાં આવી હતી.
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની સરકારે ફટાકડાથી થતાં ધુમાડાના પ્રદૂષણના કારણે 31મી જાન્યુઆરી 2022 સુધી ફટાકડાના વેચાણ તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. એવી જ રીતે દિલ્હીમાં પણ 1લી જાન્યુઆરી 2022 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના વિવિધ રાજ્યોને પ્રદૂષણની માત્રા ઘટાડવાનો આદેશ કર્યો છે તેથી સમયમર્યાદા નિશ્ચિત કરી ગુજરાતમાં નિયંત્રણ મૂકવામાં આવી શકે છે. જો કે દિવાળીના સમયમાં જાહેરમાં તેમજ પબ્લિક પ્લેસમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આવી શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nlPeVp
via IFTTT
Post a Comment