
પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો નહીં હોય
રાજકીય પક્ષો સામ, દામની નીતિથી પાટીદારોને પોતાની તરફ વાળી નહી શકે : લાલજી પટેલ
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જ પાટીદારોએ સરકાર સામે એલાને જંગ છેડયો છે. સરદાર પટેલ ગુ્રપ( એસપીજી) એ ગુજરાતમાં પાર્ટીદાર આંદોલન પાર્ટ-2 ધમધમતુ કરવા એલાન કર્યુ છે. જોકે, આ વખતે પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો નહી હોય બલ્કે સામુહિક નેતૃત્વથી આંદોલન ધમધમશે.
કેન્દ્રની કેબિનેટમાં પાટીદારોનુ રાજકીય કદ વધ્યુ છે. ગુજરાતમાં ય પાટીદારોને પુરતુ રાજકીય પ્રભુત્વ અપાયુ છે તેમ છતાય પાટીદારો ભાજપની નાખુશ છે. અનામત આંદોલન વખતે કરાયેલાં પોલીસ કેસો હજુ પાછા ખેંચાયા નથી.
પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા પાટીદાર મૃતકોના પરિવારોને આૃર્ધ સરકારી અને સરકારી નોકરી આપવાની સરકારે ખાતરી આપી હોવા છતાંય હજુ કોઇ નિકાલ આવી શક્યો નથી.આ કારણોસર પાટીદારોએ સરકાર સામે બાંયો ખેચી છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યુ છેકે, જે રાજકીય પક્ષો પાટીદારોને સહયોગ નહી કરે તેનો આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરાશે.
તેમણે ભાજપ તરફ આડકતરો ઇશારો કરતાં કહ્યું કે, આંદોલન વેગ પકડે ત્યારે રાજકીય પક્ષો સામ,દામ,દંડ ભેદની નીતિ અપનાવી પાટીદારોને પોતાની તરફ વાળી લે છે પણ હવે આવી ભૂલ નહી થાય. પાટીદારોએ 26મી ઓગસ્ટે અનામત આંદોલનમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલાં પાટીદારોને શ્રધૃધાજંલિ અર્પવાના કાર્યક્રમ યોજવા પણ નક્કી કર્યુ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DiW0mi
via IFTTT
Post a Comment