
નવી દિલ્હી, તા. 25 ઓગસ્ટ, 2020, મંગળવાર
દક્ષિણ કાશ્મીરમાં ગયા વર્ષે14મી ફેબુ્રઆરીએ સીઆરપીએફના 40 જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાના કેસમાં એનઆઈએએ મંગળવારે આત્મઘાતી હુમલાનું કાવતરૂં ઘડવા બદલ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સહિત 19 આતંકીઓ વિરૂદ્ધ વિશેષ કોર્ટમાં 13,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
આ સાથે આરોપનામામાં એનઆઈએએ દાવો કર્યો હતો કે જૈશનો વડો મસૂદ બીજો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતો. તેના માટે હુમલાના સૃથળની રેકી પણ કરાઈ હતી.
જમ્મુની એનઆઈએ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર, તેના ભાઈ અબ્દુલ રઈસ અસગર, આતંકી સંગઠનના અનેક અન્ય કમાન્ડરોના નામનો સમાવેશ થાય છે. એનઆઈએના વકીલ વિપિન કાલરાએ કોર્ટમાં આરોપનામુ દાખલ કર્યા પછી જણાવ્યું કે આ કેસમાં મસૂદ અઝહર મુખ્ય આરોપી છે. આ કેસની આગામી સુનાવણી 1લી સપ્ટેમ્બરે થશે.
એનઆઈએના વકીલે જણાવ્યું કે મસૂદ અઝહરને પાકિસ્તાની જાસૂસી સંસૃથા આઈએસઆઈએ પણ મદદ કરી હતી. આ આરોપો પૂરવાર કરવા માટે કોર્ટ સમક્ષ પુરાવા પણ રજૂ કરાયા હતા. હુમલામાં અપનાવાયેલી ટેકનિક, સામગ્રીઓ અને ઘટના સૃથળ પરથી એકત્ર કરાયેલા પુરાવા સાબિત કરે છે કે તેમાં પાકિસ્તાનનો હાથ હતો.
તપાસના સંદર્ભમાં કરાયેલી ધરપકડો, તેમની પૂછપરછ, સોશિયલ મીડિયા ચેટ્સ, કૉલ વગેરેના રેકોર્ડ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. આ બધું પૂરવાર કરે છે કે આૃર્ધલશ્કરી દળોના કાફલા પર હુમલા માટે કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. આ હુમલામાં સામેલ કેટલાક આતંકીઓને 2019માં વિવિધ એન્કાઉન્ટરમાં સલામતી દળોએ ઠાર કર્યા હતા.
એનઆઈએની તપાસમાં જણાય છે કે પાકિસ્તાને કાશ્મીરના સૃથાનિક નિવાસી આદિલ અહમદ ડારનો ઉપયોગ કર્યો. તેણે જ પુલવામામાં વિસ્ફોટકોથી લદાયેલી કાર સાથે સીઆરપીએફના કાફલામાં સામેલ બસને ટક્કર મારી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે આતંકીઓ પહેલાં 6ઠ્ઠી ફેબુ્રઆરી 2019ના રોજ આત્મઘાતી હુમલો કરવાના હતા.
હુમલા માટે એક કારમાં 160 કિલો અને બીજી કારમાં 40 કિલો વિસ્ફોટકો પણ મૂકી દેવાયા હતા, પરંતુ તે સમયે કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતાં હુમલો થોડાક દિવસ માટે પાછો ઠેલાયો હતો. ચાર્જશીટમાં આરોપી ગણાવાયેલા 19 આતંકીઓમાંથી સાતની ધરપકડ કરવામાં આવી છે.
ફેબુ્રઆરીથી અત્યાર સુધીમાં કાશ્મીરમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના સાથીઓમાં શાકિર બશીર માગરે, મોહમ્મદ અબ્બાસ રાથર, મોહમ્મદ ઈકબાલ રાથર, વાઈઝ-ઉલ-ઈસ્લામ, ઈંશા જાન, તારીખ અહમદ શાહ અને બિલાલ અહેમદ કુચીનો સમાવેશ થાય છે તેમણે હુમલા માટે આતંકીઓને સામગ્રી પહોંચાડી હતી. એનઆઈએની ચાર્જશીટમાં દાવો કરાયો છે કે આ હુમલાનું કાવતરૂં પાકિસ્તાનમાં ઘડાયું હતું. સાથે જ આતંકીઓને પાકિસ્તાનમાં જ તાલિમ અપાઈ હતી.
એનઆઈએના સૂત્રોએ જણાવ્યું હતું કે, 2018માં ત્રાલમાં ભત્રીજા ઉસ્માન હૈદર માર્યા ગયા પછી મસૂદ અઝહરે એક વીડિયો સંદેશમાં કાશ્મીરીઓને બદલો લેવા માટે શહાદત માટે આગળ આવવા હાકલ કરી હતી. આ વીડિયો સંદેશને ચાર્જશીટમાં સામેલ કરાયો છે. એનઆઈએએ દાવો કર્યો હતો કે પુલવામા હુમલા પછી જૈશે બીજો હુમલો કરવા માટે પણ કાવતરૂં ઘડી કાઢ્યું હતું.
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય દબાણ અને ભારતીય હવાઈ દળ દ્વારા જૈશ પર બાલાકોટ એરસ્ટ્રાઈકના પગલે અઝર મહેમૂદે ઉમર ફારૂકને બીજો હુમલો હાલ મુલતવી રાખવા જણાવ્યું હતું. ઉમર ફારૂક આઈસી-બોમ્બર ઈબ્રાહિમ આથરનો પુત્ર હતો. ઈબ્રાહિમ આથરને પુલવામા હુમલાના માત્ર દોઢ મહિનામાં જ ઠાર કરવામાં આવ્યો હતો.
હુમલાખોરો ટ્રકમાં સાંબાથી કાશ્મીર પહોંચ્યા હતા
કાશ્મીર, તા. 25
મોહમ્મદ ઈકબાલ રાઠર, બિલાલ અહેમદ કૂચ નામના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સે હુમલા માટે એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આ સિવાય આરોપી બનાવાયેલા મોહમ્મદ ઈકબાલ રાઠર જૈશના ટ્રાન્સપોર્ટેશન મોડયુલનો ભાગ હતો. તે એક ટ્રકથી સાંબા ગયો હતો, જ્યાંથી ઉમર ફારૂક અને તેના સાથીઓને આ ટ્રકમાં કાશ્મીર લઈ જવાયા હતા. ઉમર ફારૂકને 2016 અને 2017માં અફઘાનિસ્તાનમાં તાલીમ અપાઈ હતી ત્યાર પછી 2018માં તેણે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. ત્યાર બાદથી તે આતંકી હુમલા માટે સંશાધનો ઊભા કરવાની તૈયારી કરતો હતો. ચાર્જશીટમાં જણાવાયું છે કે પુલવામા હુમલા માટે આરોપીઓને પાકિસ્તાનમાંથી સીધા જ જૈશના વડા મસૂદ અઝહર અને રઉફ અસગર તરફથી આદેશો અપાયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32sCMsy
via IFTTT
Post a Comment